સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2020 (15:53 IST)

ઉત્તરાયણ પહેલા આફત, ખેડબ્રહ્મામાં દોરીથી બાઇક ચાલકનું ગળું કપાયું

ઉત્તરાયણ પહેલા જ રાજ્યભરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. સ્ટેટ હાઇવેથી પોતાના ઘર તરફ જતા બાઇક ચાલકને ધારદાર દોરી અચાનક ગળાના ભાગે આવી જતાં ઉંડો કાપો પડી ગયો હતો. દોરી એટલી તીક્ષ્ણ હતી કે ગળાનો કેટલોક ભાગ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. ઘટનાને પગલે બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બેભાન થઇ ગયો હતો. જેથી સ્થાનિકો અને સગા સંબંધીઓ તાત્કાલિક આવી જતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરના પ્રતાપસિંહ રાઠોડ નામના બાઇક ચાલકને ઉત્તરાયણ પહેલા મોટી આફત આવી છે. રાજ્ય હાઇવેથી પોતાના ઘર તરફ જતાં દરમ્યાન અચાનક ગળાના ભાગે પતંગની દોરી આવી ગઇ હતી. દોરી એટલી ધારદાર હતી કે, જોતજોતામાં ગળાના ભાગે મોટો કાપો પડી ગયો હતો. અકસ્માતને પગલે બાઇકચાલકને તાત્કાલિક અસરથી ખાનગી દવાખાને સારવાર લેવાની ફરજ પડી હતી. જેમાં પ્રતાપસિંહને ગળાના ભાગે ૧૦ ટાંકા આવ્યા હોઇ ઉત્તરાયણની મજા વગર વાંકે બગડી છે.
 
મળતી માહિતી અનુસાર ઉત્તરાયણને હવે થોડાક કલાકો બાકી ત્યારે પતંગ રસિયાઓની અત્યારથી જ શરૂઆત થઇ છે. જેમાં આજે બનેલી ઘટના બાદ શહેરના રાહદારીઓ અને વાહનચાલકોને ભારે ફફડાડની વચ્ચે પસાર થઇ રહ્યા છે.