ઉત્તરાયણ દિવસે વરસાદની આગાહી, પતંગરસિયાઓની મજા બગાડશે વરસાદ

Last Modified સોમવાર, 13 જાન્યુઆરી 2020 (15:52 IST)
પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, વરસાદ બગાડી શકે છે પેચની મજા

આવતીકાલે ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ઉતરાયણના હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ગઇકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતાઓ છે. આ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળશે.
આજે સવારે અમદાવાદ શહેરમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. જેના લીધે પતંગરસિયાઓમાં અને ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.2 ડિગ્રી વધીને 15.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં શનિવાર કરતા રવિવારે તાપમાન 5 ડિગ્રી વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુરૂવારથી એટલે બે દિવસ બાદ ફરી ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. આજે એટલે સોમવારે શહેરમાં સવારે ધુમ્મસ રહેવાની સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
આ સાથે હવામાન વિભાગે કમૌસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છમા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ કમૌસમી વરસાદને પગલે ખેડૂતોને ઘંઉ, રાયડો, જીરૂ, વરિયાળીના તૈયાર પાકને વરસાદને કારણે ભીંજાઈ જવાની ભીતિ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સાક્લોનિક સકર્યુંલેશન પતંગ રસિયાઓનીની પણ મજા બગડી શકે છે.

ગઇકાલે રાજ્યમાં 11.2 ડિગ્રી સાથે નલિયા સૌખી ઠંડુ શહેર બન્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં આજે અમદાવાદ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી છે.


આ પણ વાંચો :