શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 એપ્રિલ 2021 (21:52 IST)

વેક્સિન ડ્રાઇવને પ્રોત્સાહન આપવા હેરિટેજ ઇફ્રાસ્પેસ ઈન્ડીયાના MDએ વેક્સિન લીધી

અત્યારે દેશ અને વિદેશમાં વેક્સિન ચાલી રહી છે. તેને પ્રોત્સાહન મળવું પણ ઘણું જરૂરી બની ગયું છે ઘણા લોકો વેક્સિન લેતા ડરી રહ્યા છે જેમના મનમાં એવું છે કે વેક્સિન લીધા બાદ તાવ આવે છે કેટલાક લોકોના મનમાં વેક્સિનને લઈને અલગ શંકાઓ છે પરંતુ વેક્સિન લેવી જરૂરી છે જેને ધ્યાનમાં લઇને હેરીટેજ ઇન્ફ્રાસ્પેશ પ્રાઈવેટ લિમિટેડના એમડી ગગન ગોસ્વામીએ ખુદ વેક્સિનનો પહેલો ડોઝ લઈને લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા પૂરી પાડી છે. 
 
ગગન ગોસ્વામી એ તેમને વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે વેક્સિનની આ પ્રક્રિયામાં દરેક લોકોએ ભાગ લેવો જોઈએ. મેં પણ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને હું સુરક્ષિત, સલામત છું મારી તબિયતમાં કોઈ અસર નથી. તમે પણ કોરોના જેવા ગંભીર રોગથી બચવા માટે વેક્સિન લો.  
 
ભારત અને ગુજરાત સરકારે વેક્સિનનું સુંદર આયોજન તમામ સુવિધાઓ સાથે કર્યું છે. જેથી આપણે કોરોના સંક્રમણને અટકાવવા માટે એક જ ઉપાય એવા વેક્સિનને અનુસરવું જોઈએ અને ભારત દેશમાંથી કોરોના ને નાબૂદ કરો. આ ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સિગ, માસ્ક પહેરવું, સેનેટાઇઝનો ઉપયોગ કરવો વગેરે પણ એટલું જ આવશ્યક છે. 
 
તેમને એ પણ કહ્યું હતું કે, પહેલો ડોઝ લીધા બાદ વેક્સિનનો બીજો ડોઝ પણ લેવો જરૂરી છે. તો જ આ વેક્સિન તમારા માટે સાર્થક સાબિત થશે વેક્સિન લીધા બાદ ડોક્ટર દ્વારા કહેવામાં આવેલી કેટલીક સલાહનું ધ્યાન કાળજીપૂર્વક રાખવું જોઈએ.