1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 જૂન 2021 (11:52 IST)

બોટાદમાં કેબિનેટમંત્રીની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વેક્સીન સેન્ટર પર લોકોની ભીડ જામી

બોટાદની પટેલ સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા વેક્સીનનેશન કેમ્પમાં સોશિયલ ડિસ્ટસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. ઉર્જા મંત્રી સૌરભ પટેલ,બોટાદના પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી.માણીયા સહિતના લોકોએ આ મેગા વેક્સીનનેશન કેમ્પમાં હાજરી આપી હતી. 
 
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ માટે વેક્સીન માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે બોટાદ જીલ્લામાં 25 સ્થળો પર પર રસીકરણના કેમ્પો શરુ કરવામાં આવ્યા છે. ત્યારે બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજની વાડીમાં કરવામાં આવેલા મેગા વેક્સીનેશન કેમ્પમાં ઉર્જા મત્રી સૌરભ પટેલની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. અને નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. 
 
વેક્સીન લેવા માટે મહિલાઓ અને પુરુષોની લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં કોઇપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. એક તરફ સરકાર વેકિસન લેવા માટે લોકોને અપીલ કરે છે કે વેક્સીન લેવાથી કોરોનાનું સક્રમણ ઘટે છે.
 
પરંતુ અહિયાં તો વેકિસન સેન્ટર ઉપર જ લોકોના મેળાવડા જોવા મળ્યા હતા. ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા હાલના સમયે કોરોના સક્રમણમાં ઘટાડો થતા ધંધા રોજગાર સહિત લોકોને આવા જવા માટેના નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે કેબિનેટ મત્રી સૌરભ પટેલની હાજરીમાં આ પ્રમાણે કોવીડ ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.