બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (20:56 IST)

પોલીસ સ્ટાફે જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા, વિદાય સમારંભ યોજવાની ઘટનામાં સુરત પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

સિંગલપોર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.પી.સલિયિયાનો  વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં ઉજવાયો 9 વાગ્યા બાદ કર્ફ્યુ લાગી જતો હોવા છતાં નિયમો નેવે મુકાયા
 
 અને સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ પણ પોલીસ કર્મચારીઓ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સંભારંભ સરકારના નિતીન નિયમોના લીરે લીરા ઉડાવી દીધા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઈની બદલી ઇકો  સેલમાં.કરવામાં આવતા સિંગલપોર સ્ટાફે તેમની વિદાયમાં એક કાર્યક્રમ યોજ્યો. .
 
પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં કર્ફ્યુ ના નીતિ-નિયમોનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે પરંતુ હાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે પોલીસ કર્મચારીઓ જાણે કર્યું ના નિયમો ના ધજાગરા ઉડાવી રહ્યા છે. એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન આ પ્રકારે સરકારે જ્યારે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જ્યારે કાર્યક્રમનું આયોજન ન કરી શકાય પરંતુ કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોતાના કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી રહ્યા છે
 
 
 
કર્ફ્યુનો સમય પૂર્ણ થઈ ગયા પછી સામાન્ય માણસ પોતાના કોઈ ઇમરજન્સી કામ માટે પણ બહાર નીકળે ત્યારે હજાર પ્રકારના પ્રશ્નો પોલીસ પૂછે છે અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે. એવું લાગે કે માત્ર દંડ ઉઘરાવવા માટે જ તેમને ફરજ ઉપર ઊભા રાખવામાં આવે છે.
 
સિંગણપુર પી.આઈ એ.પી.સલયિયા તેમજ વિદાય સમારંભમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લેશે.
શુ પીઆઈ સામે એક્શન લેવાશે?
 
 સમારોહમાં હાજર રહેલા અન્ય પોલીસ સામે પોલીસ કમિશનર શુ એક્શન લેશે?
 
કુમકુમ ફાર્મ હાઉસના માલિક સામે ગુનો દાખલ થશે કે કેમ?
 
સામાન્ય પ્રજાને કાયદા શીખવતા કાયદાનું પાલન કરાવનારા પાસે આ પ્રકારની વર્તનની સ્વભાવિક રીતે જ કોઈ અપેક્ષા રાખતું નથી સુરત પોલીસ કમિશનર રાજ્ય દ્વારા આવા પોલીસ કર્મીઓ સામે સપ્તાહ પૂર્વકના પગલા લેવા જોઈએ. જેથી કરીને સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન ન થાય. પરંતુ અત્યાર સુધી સામાન્ય કિસ્સામાં એવું જોવા મળી રહ્યું છે કે પોલીસ કર્મીઓ અને રાજકીય નેતાઓ સામે કોરોના ગાઈડલાઈન ના ઉલ્લંઘન કર્યા બાદ પર કોઇ પગલા લેવાયા નથી કદાચ આ કિસ્સામાં પણ ભીનુ સંકેલી લેવાશે એવું લાગે છે.