1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (19:26 IST)

આવતીકાલથી ગુજરાતમાં બાળકો માટે શરૂ થશે રસીકરણ અભિયાન

બુધવાર ૧૬મી માર્ચ ૨૦૨૨થી ગુજરાતમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી બુધવાર તા.૧૬ માર્ચ-ર૦રરના સવારે ૯ કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે.
 
કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આવતીકાલથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે.
 
રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે.  ૧૨ થી ૧૪ વર્ષની વય જૂથના અંદાજે ર૩ લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.