શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (16:25 IST)

સાણંદમાં ત્રિપલ હત્યા- કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી

વર્ષ 20018 સાણંદમાં ત્રિપલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે બાદ મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
 
આરોપીએ બહેનને 7 ઘા અને બનેવીને 17 ઘા મારુએ હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. જેથી આ કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા10 લાખનું વળતર આપવાનો કોર્ટે કર્યો આદેશ. સાથેજ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી 50 વળતર આપવા હુકમ કોર્ટે કર્યો છે.