રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (19:21 IST)

સુરતમાં ક્રુર હત્યા:કાપોદ્રામાં ઘરના પહેલા માળે ઘૂસી મહિલાનું ગળું કાપી હત્યારો ફરાર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક વર્ષનું બાળક (પુત્ર) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો.
 
વીડિયો કોલ ન કરતા ઘરે આવેલા યુવકને મહિલા મૃત મળી
સજ્જનસિંહ પરમાર (ડીસીપી ઝોન-1)એ જણાવ્યું હતું કે, ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની છે. સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે. જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે.