ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:08 IST)

વડોદરામાં 108 મંદિરોમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરાશે

દેશના ધર્મસ્થાનોમાં લાઉડ સ્પીકર અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે વડોદરામાં 108 મંદિરોમાં ખાસ લાઉડ સ્પીકર ગોઠવીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. વડોદરાની મીશન રામસેતુ સંસ્થાએ આ આયોજન કર્યુ છે અને તેને ગઇકાલે વડોદરાના મંદિરોમાં ફ્રી લાઉડ સ્પીકર વિતરણ કર્યુ હતું અને તે સમયે વડોદરા ભાજપના પ્રમુખ ડો.વિજય શાહ સહિતના પદાધિકારીઓ પણ હાજર હતાં. આ નવી પ્રવૃતિ અંગે તેઓએ કહ્યું કે લોકો દિવસમાં બે વખત હનુમાન ચાલીસા ઉપરાંત આરતી અને અન્ય ધાર્મિક પ્રવચનો તથા પ્રાર્થનાઓનું શ્રવણ કરી શકે તે માટે અમોએ આ નિર્ણય લીધો છે અને 78 મંદિરોએ તેમાં સહમતિ આપી દીધી છે અમારો ઇરાદો 108 મંદિરો સુધી આ વ્યવસ્થા ગોઠવવાનો છે.