ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (09:30 IST)

MAY I HELP YOU....વડોદરા પોલીસ રસી માટે નોંધણી કરવામાં અને રસી મૂકાવવામાં બને છે મદદરૂપ

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર અભિગમ સાથે વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે. સમગ્ર ભારતભરમાં કોરોના મહામારી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ થતું અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
 
દરેક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત શી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તેવા લોકો કે જેઓ વધુને વધુ લોકોના સંપર્કમાં આવતા હોય તેમને રસીકરણ માટે જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે.
 

વિવિધ શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ, અન્ય માર્કેટ, લારી-ગલ્લા, પથારાવાળા, ફેરિયાઓ વગેરે વેન્ડર્સનું રસીકરણ થાય તે આવશ્યક છે. રસીકરણ જાગૃત્તિના નવતર પ્રયોગ હેઠળ તે તમામને રસીકરણ અંગે જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. આ તમામને પોલીસ દ્વારા રસીકરણના ફાયદાઓ વિશે જણાવવામાં આવે છે. આ ઉપરાંત સ્થળ પર જ અલગ અલગ પોલીસ સ્ટેશનનોની શી  ટીમ દ્વારા તેઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ. ત્યારબાદ વેક્સિન સેન્ટરના સંચાલક સાથે રજીસ્ટ્રેશન થયેલ તમામનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
 
કડક બજાર શાકમાર્કેટ, D-mart,પંડ્યા બ્રિજ પાસે, બાજવા બજાર, નવાપુરા માર્કેટ ચાર રસ્તા, મકરંદ દેસાઇ રોડ તાંદલજા, નાની શાકમાર્કેટ ચોખંડી, સોમા તળાવ, તરસાલી  શાકમાર્કેટ બસ સ્ટેન્ડ પાસે, હજીરાની સામે મુખ્ય રોડ પર આવેલી ફ્રુટની લારીઓ, એપીએમસી શાકમાર્કેટ એન્ડ ફ્રુટ માર્કેટ, ગધેડા મારકેટ ચાર રસ્તા, ધોબી તળાવ, વગેરે જગ્યાઓએ, ફેરિયાઓનું રજીસ્ટ્રેશન કરી વેક્સિનેશન કરાવવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંત વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ઓટો રિક્ષા ચાલકો કે જેઓ  સુપર સ્પ્રેડર-સતત જાહેર જનતાના સંપર્કમાં આવતા હોય છે, જેઓને વેક્સિનેશન માટે જાગૃત્ત કરવામાં આવ્યા અને રસીકરણના ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું અનેસ્થળ પર તેઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે.
 
ત્યારબાદ વેક્સિન સેન્ટરના સંચાલક સાથે રજીસ્ટ્રેશન થયેલ તમામનું વેક્સિનેશન કરવામાં આવ્યું તેઓનું રજિસ્ટ્રેશન કરી વેક્સિનેશન  કરાવવામાં આવ્યું. વડોદરા શહેર શી ટીમ દ્વારા વિવિધ  સ્થળોએ આશરે ૨,૦૩૭ લોકોનું  રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું તથા આશરે ૧,૬૦૩ વેક્સિનેશન કરાવવામાં આવ્યું છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પૂર્વ અને પશ્ચિમ દ્વારા આશરે ૭૧૪ રિક્ષાચાલકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તથા આશરે ૧૯૫ રિક્ષાચાલકોનું વેક્સિનેશન કરાવવામાં આવ્યું છે.