સામુહિક આત્મહત્યા - ઉમરગામમા બે વર્ષના બાળકની હત્યા કરી પતિ-પત્નીએ કરી આત્મહત્યા
આજકાલ લોકો ચિંતાઓ અને સમસ્યાઓથી ઘેરાઈને જલ્દી હિમંત હારી જાય છે અને જેને કારણે આત્મહત્યાના કેસોમાં દિવસો દિવસ વધારો થઈ રહ્યો છે. પરિવારનો મુખિયા ખુદ આર્થિક સંકડામણ અનુભવે તો પત્નીને પણ આત્મહત્યા માટે તૈયાર કરી લે છે. પોતાની પાછળ બાળકોનુ શુ થશે એવુ વિચારીને પહેલા બાળકોની હત્યા કરે છે અને પછી પોતે આત્મ હત્યા કરી લે છે.
આવી જ એક ઘટના વલસાડના ઉમરગામમાં બની છે. અહી એક ભાડાના ફ્લેટમાં રહેતા પરિવારે બે વર્ષના બાળકની હત્યા કરીને પોતે સામુહિક આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં પાડોશીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડિ.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. પરિવારે કયા કારણોસર અને કંઇ રીતે આત્મહત્યા કરીએ એ કારણ હજી જાણી શકાયું નથી.