મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , બુધવાર, 24 જુલાઈ 2019 (10:40 IST)

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢના નાગરિકોનો આભાર વ્યક્ત કરવા વિજયોત્સવમાં રહેશે હાજર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત વિવિધ જિલ્લા તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો છે.
 
વિજય રૂપાણીએ આ વિજય માટે ભારતીય જનતા પાર્ટીના લક્ષ્યાવધિ કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો તેને પણ બિરદાવતાં કહ્યું છે કે, ગુજરાતની જનતા જનાર્દનની વિકાસની રાજનીતિને સ્વીકારવા સાથે સૌના સાથ - સૌના વિકાસ મંત્રમાં હવે સૌના વિશ્વાસની મ્હોર પણ આ ભવ્ય વિજયથી ભળી છે. 
 
મુખ્યમંત્રી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ જનાદેશ મળવાના વિજયોત્સવમાં સહભાગી થવા અને જૂનાગઢના નાગરિકોનો આભાર વ્યક્ત કરવા બુધવારે ૨૪ જુલાઈએ સવારે ભાજપા પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી સાથે જૂનાગઢ પણ જવાના છે.