શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (12:00 IST)

વિનય શાહની પત્ની ભાર્ગીવેએ CIDને પત્ર લખી હાજર થવાની તૈયારી દર્શાવી

વિનય શાહની પત્ની પોલીસ સમક્ષ હાજર થવા પત્ર લખ્યો છે. વિનય શાહે લખેલી સુસાઈડ નોટમાં જે વ્યક્તિઓ સામે આક્ષેપ છે. તેની તપાસ કરવા માટે અપીલ કરી ભાર્ગવી શાહ ગમે તે સમયે પોલીસ સમક્ષ હાજર થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વિનય શાહના કરોડના કૌભાંડમાં તેનો સાથ આપનાર તેની પત્ની ભાર્ગવીએ એક પત્ર લખ્યો છે. જેમાં તે સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થવાની તૈયારી બતાવી રહી છે.ભાર્ગવીએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેની ઓન કેમેરા રેકોર્ડિંગ કરીને નિવેદન નોંધવામાં આવે તેમજ આ કેસમાં તેમના પતિએ સુસાઈડ નોટ લખી છે. તે પ્રમાણે મોટા માથાઓથી તેમના જીવને ખતરો છે. ભાર્ગવીએ આ પત્રમાં એવો પણ આક્ષેપ કરી રહી છે કે તેના પતિ સુસાઇડ નોટમાં જે નામ લખીને ગયા છે. તેમની પણ તપાસ કરવામાં આવે અને જે વ્યક્તિઓના નામ સુસાઈડ નોટમાં છે. તેના કારણે તેમના પતિ ખરેખર ક્યાં છે કે જીવિત છે કે પણ છે કે નહીં તે મુદ્દે ખૂબ ચિંતા કરી રહ્યા છે. ભાર્ગવીએ પોતાના લખેલા પત્રમાં પોતે પોલીસ સમક્ષ હાજર થઇને તપાસમાં મદદ કરવા અને સત્ય બહાર લાવવા માટે કહી રહી છે. CID ક્રાઇમને મળ્યા બાદ ગમે તે સમયે નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.