અમદાવાદ બાદ હવે વડોદરામાં પોલીસની ગાડી પર પત્થરમારો, ટીયરગેસના સેલ છોડાયા
ગઈ કાલે અમદાવાદમાં તોફાની તત્વોએ પોલીસ પર ભારે પત્થર મારો કર્યો હતો અને પરિસ્થિતી વણસી હતી અને હવે આજે વડોદરામાં પોલીસ પર પત્થર મારાનો બનાવ બન્યો છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો થયો છે. હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં પથ્થમારો થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો છે. અમદાવાદમાં હિંસા બાદ વડોદરા શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જેથી ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે.