1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (13:19 IST)

અમદાવાદના શાહઆલમના કોર્પોરેટર શહેજાદે કહ્યું, 'મારી ધરપકડ થઈ એટલે તોફાનો થયા'

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં ગઈકાલે જમ્મુ-કાશ્મીર પેટર્નથી તોફાનો ફાટી નીકળ્યા હતા. મોઢે રૂમાલ બાંધી આવેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થર મારામાં 60 પોલીસકર્મી સાથે 4 હજારનનું ટોળું ધસી આવ્યું હતું. આ સમગ્ર મામલે એક મોટો ધટસ્ફોટ થયો છે.શાહ આલમમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કૉંગ્રેસના કોર્પોરેરટ શહેજાદખાન પઠાણએ કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું ઇવેન્ટ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું અને સમાચાર માધ્યમોને રીતસરના આમંત્રણ પાઠવાવમાં આવ્યા હતા. શહેજાદે તોફાનો બાદ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “અમે શાંતિપૂર્ણ દેખાવો કરવાના હતા. પોલીસને ગાડી આવી અને ત્રણચાર લોકો પર ટાયર ચઢી ગયું ત્યારબાદ મારી ધરપકડ થઈ એટલે તોફાનો થયા'જ્યારે આ સમગ્ર મામલે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'સ્થાનિક કોર્પોરેટર શહેજાદખાન પઠાણે આ કાર્યક્રમ યોજ્યો હતો. શરૂઆતમાં જ્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયું ત્યારે પોલીસે તેમને ડિટેઇન કરવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ અસંખ્ય લોકોએ પોલીસ પર પથ્થર મારો શરૂ કર્યો હતો. બેકાબૂ ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના 8 સેલ છોડ્યા હતા. પોલીસ આ ઘટના પૂર્વાયોજિત હતા કે નહીં તેની તપાસ કરી રહી છે. ઘટનાના CCTV પણ ચેક કરવામાં આવી રહ્યા છે. મધરાતે સમગ્ર વિસ્તારમાં કૉમ્બિંગ કરવામાં આવ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે