ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (18:43 IST)

સુરતમાં બાળકોમાં વાયરલ ઈન્ફેકશન કેસમાં વધારો, 2 મહિનામાં 1750 બાળકો વાયરલ ઇન્ફેક્શન

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાનો ભય હજુ કાયમ છે કારણ કે 18 વર્ષથી નીચેના બાળકો જ છે  જેમની કોઈ વેક્સીન હજુ સુધી આવી નથી અને વાયરલ ઈંફેક્શનની ચપેટમાં હાલ બાળકો વધુ બીમાર પડી રહ્યા છે, તેથી ત્રીજી લહેર બાળકોને અસર કરશે એવો ભય છે. 
 
સુરતની વાત કરીએ તો છેલ્લા બે મહિનામાં 1750 બાળકોમાં વાયરલ ઈંફેક્શન જોવા મળ્યુ છે. આ તો માત્ર સિવિલ હોસ્પિટલનો જ આંકડો છે. જ્યારે ખાનગી હોસ્પિટલની ગણતરીએ કરી તો આ આંકડો વધી શકે છે. તેથી હાલ સરકાર આ ઈંફ્કેશન વધવાથી ચિંતામાં છે. 
 
સુરતમાં બાળકોને વાયરલ ઈફ્કેશન થવાનો આંકડો વધુ છે પરંતુ બાળકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા તો તેમા માત્ર એક જ બાળક કોરોના પોઝીટીવ અઅવ્યો છે.  ઓગસ્ટ મહિનામાં 2800 લોકોએ ઓપીડી સારવાર લીધી તેમા 1100 બાળકો હતા.  આ રીતે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી જ 700 બાળકો સારવાર લઈ ચુક્યા છે.  વાયરલ ઈંફ્કેશનના આંકડા વધતા તંત્ર દોડતુ થયુ છે. આવી જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરો વડોદરા અને રાજકોટની પણ છે. બાળકોમાં ઝાડ, ઉલટી, શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે. 
 
બાળકોમાં ઈન્સેફેલઈટિસની સાથે વાયરલ ફીવર અને નિમોનિયા પણ જોવા મળ્યો. ડોક્ટરોનું કહેવું છે કે જે સ્પીડથી બાળકોની સંખ્યા વધી રહી છે તે રીતે 3-4 દિવસમાં આખો વોર્ડ ભરાઈ જશે.  ડોક્ટરોએ સલાહ આપી છે કે બાળકો કારણ વગર બહાર ન જાય.