સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (12:04 IST)

સૌરાષ્ટ્રના નેતા તથા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ ૨ાદડીયાનું નિધન

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હતું.