ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (11:33 IST)

પતિના ત્રાસથી પત્નીએ કર્યો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો દહેજનો આરોપ

અમદાવાદ: અમદાવાદમાં એક પરિણિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પરિણિતાના આપઘાતત કેસમાં પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો મચાવ્યો હતો. ત્યારે મૃતકના પરિવારજનોએ દીકરીના સાસરિયા દ્વારા તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી ભાવના અને હિતેશના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. હિતેશ સાંણદ વિસ્તારમાં તલાટીની નોકરી કરે છે. ભાવના પહેલાથી ડાઇવોર્સી હતી અને ત્યાર પછી તેને હિતેશ સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના થોડા સમય સુધી તો બધુ જ ઠીક ચાલ્યું હતું. પરંતુ હિતેશ અને તેના પરિવારજનો ભાવનાને દહેજ માટે ત્રાસ આપી રહ્યાં હતા.

ભાવના અવારનવાર પિયર ફોન કરી પતિ અને સાસરિયા દ્વારા દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હોવાની વાત કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, થોડા સમય પહેલા ભાવનાનો અકસ્માત થયો હતો અને તેના પગમાં ફેક્ચર થયું હતું. જેના કારણે ભાવના આટલી ઊંચાઇએ જઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરે તે વાત શક્ય નથી.

તો બીજી તરફ ભાવનાએ ફાંસો ખાઇ આપઘાત કર્યા હોવાનું પોલીસને જણાવ્યા વગર તેના પતિ હિતેશે ભાવનાનો મૃતદેહ ઉતારી હોસ્પિટલ લઇ ગયો હતો. જેના કરાણે યુવતીના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે, મારી દીકરીએ આપઘાત કર્યો નથી, તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ચાંદખેડા પોલીસે પણ ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે.