પ્રથમ કાવ્ય સંગ્રહ 'FROZEN words'નો યોજાયો વિમોચન સમારંભ

Last Modified સોમવાર, 29 જુલાઈ 2019 (11:36 IST)
અમદાવાદ: શલાકા શકુંત આપ્ટે લિખિત પ્રથમ કાવ્ય સંગ્રહ 'Frozen Words' નો વિમોચન સમારંભ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ ખાતે રવિવાર ના રોજ યોજાયો હતો.આ કાવ્ય સંગ્રહનુ વિમોચન  માયથોલોજીકલ નવલકથાકાર અને બેસ્ટ સેલીંગ લેખક અમિષ ત્રિપાઠી, ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ કવિ, લેખક અને ગુજરાતી ભાષાના પુરસ્કર્તા તુષાર શુક્લ, અને એસએલએસ, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ડિરેકટર પ્રો. ડો. નિગમ દવે તેમજ જયનારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન સમારોહને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ દ્વારા સહયોગ આપવામાં આવ્યુ હતું 

શલાકા શકુંત આપ્ટે 20 વર્ષનાં છે અને અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહે છે. હાલમાં તે અગ્રેજી સાહિત્યમાં પૂર્વ સ્નાતક અભ્યાસ કરી રહ્યાં છે. નાની વયથી જ શલાકા ભાષા પ્રભાવથી મુગ્ધ રહ્યાં છે અને પોતાનુ જીવન ભાષા અભ્યાસમાં વ્યતીત કરવાની ઈચ્છા ધરાવે છે. તેમણે પોતાની પ્રથમ કવિતા 13 વર્ષની ઉંમરે લખી હતી અને એ પછી તેમણે  પાછા વળીને જોયું  નથી.
 

આ પુસ્તકના પ્રકાશક નોશનપ્રેસ જણાવે છે કે "આપણે ગઈ કાલનો બોજ  આવતી કાલના બોજ પર નાખીને તેનુ વહન કરી રહ્યા છીએ. રોજબરોજની આ ઘરેડ વચ્ચે આપણને થોડા સારા શબ્દો કે વાક્યોની જરૂર હોય છે, એવા શબ્દો કે વાક્યો કે જે આપણને દિવસના થાક પછી આરામનો ભાવ બક્ષે.  આ કાવ્યો 20 વર્ષની શલાકાએ દુનિયા પાસેથી જે કાંઈ શીખ્યું  છે તેનો સંગ્રહ છે. આ કાવ્યો તમારામાં રહેલી હિંમત અને જીવન સૌંદર્યને  ચેતના બક્ષે તેવાં  છે. 

શલાકાનો આ કાવ્ય સંગ્રહ ભારતમાં amazon.in, Flipkart અને Notionpress ઉપર ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ સંગ્રહamazon.com,amazon.co.uk ઉપર પ્રાપ્ય છે. સંગ્રહની  ઈ-બુક આવૃત્તિ amazonkindle, kobo, ibooks ઉપર પણ મળી રહે છે


આ પણ વાંચો :