શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:29 IST)

કચ્છમાં પ્રચંડ ગરમી: 43 ડિગ્રીની ગરમીથી જનજીવન બેહાલ

એકતરફ નવરાત્રી પર્વના પ્રારંભ પહેલા કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતેમાં આશાપુરાના સ્થાનક તરફ આવવા પદયાત્રીઓના પ્રવાહનો પ્રારંભ થયો છે ત્યારે બીજી તરફ સેક્ધડ સમર તરીકે ઓળખાતા ઓક્ટોબર મહિના અને ભાદરવાના પ્રખર સૂર્યતાપની જુગલબંધી એ કચ્છને મંગળવારે અગનભઠ્ઠામાં ફેરવી દીધું હતું. કચ્છનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા અહીં રેગીસ્તાની પ્રદેશો અલ્જીરિયા, ઇરાક, સાઉદી અરેબિયાના વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીની સમક્ષ ગરમી પડી રહી છે. બીજા શબ્દોમાં સરહદી કચ્છમાં ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવાઈ રહી છે. ભુજના તાપમાન અને અલ્જીરિયા, ઇરાક અને સાઉદી અરેબિયાના શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાન વચ્ચે માત્ર પોઇન્ટ બે ડિગ્રી સે.નો તફાવત રહેવા પામ્યો હતો. હજુ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.