રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (17:14 IST)

વડોદરાની MS યુનિ.ની હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો ને હસતાં હસતાં ઢળી પડ્યો

Heart-attack while smiling
હસતાં હસતાં હાર્ટ-એટેક - વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટના બીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીને મિત્રો સાથે વાત કરતી વખતે હસતાં હસતાં હાર્ટ-એટેક આવ્યો હતો. આથી મિત્રો હાફળાફાફળા બની ગયા હતા. બાદમાં દીપને હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ મિત્રના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે પરિવાર અને વિદ્યાર્થી મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Heart-attack while smiling

પુત્ર દીપને વિદેશ ભણવા મોકલવાના પિતાનાં સપનાં હતાં. પરંતુ પુત્રનું અકાળે મૃત્યુ થતાં પિતાનાં સપનાં ચકનાચુર થઈ ગયાં છે. એકનો એક દીકરો ખોતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી વિભાગમાં એસવાયબીએસસીમાં અભ્યાસ કરતો 18 વર્ષીય દીપ શામલાલ ચૌધરી મૂળ પાટણનો રહેવાસી હતો. તે ગત રાત્રે પોતાના મિત્રો સાથે છોલે ભટુરે ખાઈને બોય્ઝ હોસ્ટેલના કનૈયાલાલ મુનશી હોલમાં મિત્રોને મળવા ગયો હતો. હોસ્ટેલ રૂમમાં દીપ મિત્રો જોડે હસી-મજાકની વાતો કરી રહ્યો હતો.આ દરમિયાન જ દીપને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેથી તેના મિત્રોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સ સયાજી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દીપે પ્રાણ છોડી દીધા હતા અને સયાજી હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ ડિપાર્ટમેન્ટના ડીન તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા અને વિદ્યાર્થીના પિતા શામલાલ ચૌધરી સહિત પરિવારજનો પણ આવી પહોંચ્યાં હતાં. સયાજીગંજ પોલીસે પણ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.