શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 મે 2024 (11:55 IST)

અમરેલી બાદ માણાવદર ભાજપમાં ભડકોઃ અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખીને શું કહ્યું

What did Arvind Ladani say in a letter to Patil?
ગુજરાતમાં 25 લોકસભા અને પાંચ વિધાનસભા બેઠક પર ચૂંટણી અને પેટાચૂંટણી પૂર્ણ થતા જ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે રહેલો આંતરિક જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે. અમરેલી બાદ હવે માણાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપનો આંતરિક જૂથવાદ ખુલ્લીને બહાર આવ્યો છે. માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો છે.

What did Arvind Ladani say in a letter to Patil?


જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્રને આગળ કરી ભાજપના વિધાનસભા અને લોકસભાના ઉમેદવારોની વિરુદ્ધમાં પ્રચાર કરાયો હોવાનો આક્ષેપ સાથેનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને લખતા ખળભળાટ મચ્યો છે. ગુજરાતમાં 25 લોકસભા બેઠકની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં માણાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો છે. લાડાણીએ કહ્યું કે, માજી કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે, મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે.
What did Arvind Ladani say in a letter to Patil?
What did Arvind Ladani say in a letter to Patil?

આ મિટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, મહામંત્રી જગદીશ મારુ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમ ચાવડા હાજર રહ્યા હતા અને ચૂંટણીના દિવસે પક્ષવિરોધી પ્રવૃતિ કરી મને હરાવવાના પ્રયાસો કર્યા હતા આ બાબતે મેં પ્રમુખ પાટીલ સાહેબને લેખિત જાણ કરી છે.

What did Arvind Ladani say in a letter to Patil?
What did Arvind Ladani say in a letter to Patil?