કાકરાપાર ડેમ પર ફોટોગ્રાફી કરવા આવેલા યુવાને સેલ્ફીના ચક્કરમાં ગુમાવ્યો જીવ
લોકોનો ખાસ કરીને કિશોર વયના છોકરાઓમા સેલ્ફી અને એ પણ કોઈ જોખમભરા સ્થાન પર લેવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. જેને કારણે રોજ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવાના સમાચાર આપણને સાંભળવા મળે છે. આવી જ એક ઘટના કાકરાપાર ડેમ પર ફોટોગ્રાફી કરવા આવેલા યુવાનો સાથે બની જ્યા ત્યા આવેલા યુવાનો પૈકી એક ડેમ પર ઉભો હતો તે દરમિયાન પગ લપસતા જળાશયમાં પડતા નહેરના વહેણમાં ખેંચાયો હતો, જેની આજરોજ લાશ મળી હતી.
મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં કામરેજના વેલંજા ગામે રહેતા હિતેશભાઈ રબારી ઉંમર 22 કે મિત્ર કૃણાલભાઈ પટેલ તથા આકાશભાઈ વડદરા અને દિલીપકુમાર મેસરીયા તેમજ ચેતનભાઇ સાથે કાકરાપાર ડેમ જોવા આવ્યા હતા. કાકરાપાર ડેમ ઉપર મિત્રો ભેગા થઈ ફોટા પડાવતા હતા.
દરમિયાન હિતેશભાઈ રબારી ડેમની પાળ પર ઉભેલ હતા ત્યારે પગ લપસી જતાં ડેમના પાણીમાં પડી ગયા હતા અને એમની જોડેના મિત્રો બૂમાબૂમ કરી લોકો આવે તે પહેલા ડેમની ડાબા કાંઠાની નહેરના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસના માણસો સાથે કાકરાપર અણુ મથકના તળાવ તથા આજુબાજુમાં ભારે શોધખોળ કર્યા બાદ આજરોજ વાંકલા ગામની સીમમાં ટેકરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરના વહેન માંથી હિતેશભાઈની લાશ મળી આવી હતી માંડવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.