શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જુલાઈ 2022 (13:49 IST)

સુરત સિટી નજીક ફફડાટ ફેલાવનાર દીપડો પાંજરે પૂરાયો, સેલ્ફી લેવા માટે લોકો પાંજરા પર ચડ્યા

for selfie
શુક્રવાર મોડી રાત્રે સુરત નજીક ખજોદ ગામમાં દીપડો દેખાયા બાદ સતત બે દિવસ સુધી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહ્યાં હતા. વનવિભાગ દ્વારા નવા મહોલ્લામાં મૂકાયેલા પાંજરામાં રવિવારે રાત્રે 11 કલાકે દીપડો કેદ થયો હતો. દીપડો પાંજરામાં કેદ થયો હોવાની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા. સેલ્ફી લેવા માટે લોકો પાંજરા પર ચડી ગયા હતા. લોકોનો જમાવડો જોઈને દીપડો પણ ત્રાડો નાખી રહ્યો હતો.દીપડો ગામની સીમમાંથી પકડાતા તેને બારડોલી રેસ્કયુ સેન્ટરમાં લઇ જવાયો હતો. જોકે વનવિભાગની ગાડીમાં દીપડાને લઇ જવાતા તેની સાથે સેલ્ફી લેવા માટે ગામના લોકો પાછળ-પાછળ ગયા હતા.દીપડાને જે ગાડીમાં લઇ જવાયો હતો તેના પર ગામ લોકો ચડી ગયા હતા. દીપડા સાથે સેલ્ફી લેવા માટે લોકો પાછળ-પાછળ જતા વનવિભાગની ટીમને ભારે હેરાનગતિ થઈ હતી.ટોળાથી દીપડાને બચાવવા માટે વનવિભાગની ગાડીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન કેમ્પસમાં લઇ જવાઇ હતી. જોકે શનિવારે મોડી રાત્રે પણ દીપડો દેખાયો હોવાની વાતે રવિવારે વધુ એક પાંજરો વનવિભાગે મૂક્યો હતો. જેના પગલે રવિવારે રાત્રે વનવિભાગને દીપડાને પકડવા સફળતા મળી હતી.સુરત ડિસ્ટ્રિક્ટ વન વિભાગના IFS સચીન ગુપ્તાએ જણાવ્યું હતું કે, દીપડાને ટ્રેપ કરવા રવિવાર રાતે પણ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ હતી. રેસ્ક્યૂમાં સફળતા મળ્યા પછી દીપડાનું લેબ ટેસ્ટ સહિતની પ્રોસેસ કરી તેને જંગલમાં રિલિઝ કરાશે.