ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2022 (17:55 IST)

CA ફાઈનલ પરિણામમાં સુરતની વિદ્યાર્થિનીનો દેશભરમાં ત્રીજો ક્રમ આવ્યો

વર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૃષ્ટિએ જણાવ્યું હતું કે અઘરા વિષયોને તે ઇન્ટરેસ્ટિંગ બનાવીને પહેલા દિવસથી જ તૈયારી કરતી હતી. 2018માં ધોરણ 12 પાસ કર્યા બાદ ચાર વર્ષમાં જ તેણે સીએની પરીક્ષા પાસ કરી છે.

આગામી સમયમાં તેની પાસે ઘણા બધા ઓપ્શન છે. જેથી તે કોર્પોરેટમાં પણ જોડાઈ શકે છે.દેશભરમાંથી સીએના ગ્રુપમાં 29,348 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દેશભરમાંથી 3,695 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી સૃષ્ટિ સંઘવીને દેશભરમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળતા મળી છે.સૃષ્ટિ સંઘવીના પરિવારમાં દાદા અશ્વિન સંઘવી, પિતા કેયુર સંઘવી, કાકા સીએ છે અને ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે. સૃષ્ટિએ જણાવ્યું હતું કે પરિવારમાં મોટાભાગના જ સભ્યો સીએ હોવાથી મને પહેલે દિવસથી જ એટલે કે બાળપણથી જ સીએ બનવાની ઈચ્છા હતી અને એ પ્રમાણે જ હું તૈયારી કરતી હતી. જેના કારણે આજે સફળતા મળી છે. તેમાં પરિવારનો અને શિક્ષકોનો પૂરતો સહયોગ રહ્યો છે. પરિવારના દરેક સભ્યો મને માર્ગદર્શન પણ આપતા હતા.સીએની ઇન્ટરમિડીયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. ત્યારથી તે સતત તૈયારી કરતી હતી. રોજના 10 થી 12 કલાક તૈયારી કરતી હતી. આર્ટીકલશિપના ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી. જેના કારણે આ સફળતા મળી છે.