1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 15 જુલાઈ 2022 (13:48 IST)

આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતુ નીકળ્યું- ગુજરાતના માણસમાં જોવા મળ્યું અનોખું બ્લડ ગ્રુપ, ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 10મો કેસ

આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતુ નીકળ્યું- ગુજરાત: માણસને એક અનન્ય રક્ત પ્રકાર સાથે ઓળખવામાં આવી છે જેને હાલના A, B, O અથવા AB ના જૂથોમાં વર્ગીકૃત કરી શકાતી નથી
 
ગુજરાતના એક 65 વર્ષીય વ્યક્તિની નવા બ્લડ ગ્રુપ સાથે ઓળખ કરવામાં આવી છે, જે ભારતનું પ્રથમ અને વિશ્વનું 10મું અનોખું જૂથ છે. 
 
દેશમાં એક એવા બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્સ ગુજરાતના છે. 65 વર્ષીય ગુજરાતી શખ્સમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે. 
 
જે વ્યક્તિમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે તે રાજકોટની છે. જેમની આ બ્લડ ગ્રૂપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સન્મુખ જોશનીએ કહ્યુ કે, 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે.