રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2022 (19:23 IST)

ગુજરાતમાં વણથંભી આકાશી આફત: સુત્રાપાડમાં ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ તો કપરાડામાં 11 ઇંચ વરસાદ

rain in sutrapada
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 18 કલાકમાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુત્રાપાડમાં ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થઈ ગયુ હતુ.
 
ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી હોય તેમ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેર-પંથકમાં દસેક વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયા બાદ બે કલાક સુધી અવિરત ચાલુ હતો. આમ સવારે 10થી 12 બે કલાકમાં સુત્રાપાડા શહેર-પંથકમાં 104 મિમી એટલે 4 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો.
 
સુત્રાપાડામાં બપોરે 12થી 2 વાગ્યા સુધી વધુ 1 ઈંચ અને તાલાલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા.
 
રાજયમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સરસ્વતી નદીમાં આજે ઘોડાપૂર આવતા પાણી ગામમાં ફરી વળ્યા છે. ઘોડા પુરના કારણે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થઈ ગયુ હતુ.
 
રેડ એલર્ટની આગાહી મુજબ વેરાવળ સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે. જેના પગલે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકનો લોકો અહેસાસ કરી રહ્યા છે. આગામી કલાકોમાં વરસાદ વરસે તેવો માહોલ બંધાઈ રહ્યાનું જોવા મળી રહ્યુ છે.