શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 એપ્રિલ 2022 (12:20 IST)

#Naresh Patel ગુજરાતના પાટીદાર નેતા નરેશ પટેલની પાછળ કેમ પડી હતી દરેક પાર્ટી, જાણો છે નરેશ પટેલ.. કેટલી છે તેમની અસર

naresh patel
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો હવેથી પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. પાંચ રાજ્યોની તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં જીત મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતે પણ જોરદાર જોશ સાથે ગુજરાતમાં પ્રવેશવા માટે તૈયાર છે. જો કે, તે પહેલા આપ ગુજરાતના એક મોટા પાટીદાર નેતા નરેશ પટેલને પોતાના દરબારમાં લાવવા માંગતી હતી. AAP ઉપરાંત ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ નરેશ પટેલને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લા ઉપરાંત સુરતમાં પણ તેમનો પ્રભાવ ઘણો છે.
 
નરેશ પટેલે રાજકારણમાં આવવાની વ્યક્ત કરી હતી  ઈચ્છા 
શ્રી ખોડલધામ ટ્રસ્ટ (SKT) ના પ્રમુખ અને ગુજરાતના પાટીદાર સમુદાયના પ્રભાવશાળી સભ્ય નરેશ પટેલે સોમવારે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં જોડાવા ઈચ્છુક છે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ (SKT) રાજકોટથી લગભગ 60 કિમી દૂર કાગવડમાં, લેઉવા પાટીદાર સમાજના આશ્રયદાતા, ખોડિયાર મંદિરનું સંચાલન કરે છે.
naresh patel
કોંગ્રેસે નરેશ પટેલને આમંત્રણ આપ્યું?
પાટીદાર સમાજના જાણીતા ચહેરા નરેશ પટેલને કોંગ્રેસના નેતાઓએ પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસના આ પગલાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે નરેશ પટેલને મળ્યા હતા. ગેહલોતે તેમની સાથે ગુજરાતના રાજકારણમાં ભવિષ્યની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.
 
અશોક ગેહલોત ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ પાટીદાર સમાજના કુળદેવી ખોડલ માતાના મંદિરે પહોંચ્યા હતા અને નરેશ પટેલને મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
 
આ સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકુરે પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપ્યું હતું. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ કહ્યું છે કે નરેશ પટેલ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. જો કે હજુ સુધી નરેશ પટેલ તરફથી કોંગ્રેસમાં જોડાવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ એવી ચર્ચા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
 
ભાજપે પણ કર્યો હતો પ્રયાસ
ચૂંટણી પહેલા ભાજપ નરેશ પટેલને પણ પોતાના પક્ષમાં લાવવા પ્રયાસ કરી રહી હતી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નરેશ પટેલ વિશે કહ્યું કે, "કોઈ પણ જો કોઇ પાર્ટીમાં જવા માંગે છે, તો થોડું સ્ટેટસ હોવું જ જોઈએ. હવે કઈ પાર્ટી સ્ટેટસ આપી શકે, તેને આ બધા જવાબો મળી ગયા હશે. અત્યારે સ્ટેટસ એક જ પાર્ટી આપી શકે છે તે ભાજપ છે. તેથી તે તેઓ બીજે ક્યાંય જવાના નથી."
 
ગુજરાતના રાજકારણમાં પાટીદાર હંમેશા નિર્ણાયક
પટેલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ (SKT) ના અધ્યક્ષ છે, જે રાજકોટ નજીક કાગવડમાં લેઉવા પાટીદાર સમાજના આશ્રયદાતા ખોડિયારના ભવ્ય મંદિરનું સંચાલન કરે છે. કોંગ્રેસનું માનવું છે કે તેમના પ્રવેશથી લેઉવા પાટીદાર સમુદાયને પાર્ટી તરફ આકર્ષવામાં મદદ મળશે. રાજકીય રીતે પ્રભાવશાળી સમુદાય મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્દ્રિત છે.
 
નરેશ પટેલ પાટીદાર સમુદાયમાંથી આવે છે જેમણે હંમેશા ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજનો મોટો રોલ છે અને છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના પાટીદાર આંદોલન વખતે પણ ભાજપે તેમને આંદોલનકારીઓ સાથે વાત કરવા માટે આગળ કર્યા હતા.
 
લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર અને કચ્છના વધુ વિસ્તારોમાં, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પાટીદારોની પેટાજ્ઞાતિ છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લા ઉપરાંત સુરતમાં પણ વધુ પ્રભાવ છે. નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે 20 થી 30 માર્ચની વચ્ચે તેઓ નિર્ણય લેશે કે રાજકારણમાં આવવું કે નહીં. આવી સ્થિતિમાં તમામની નજર તેમના નિર્ણય પર રહેશે.
 
ગુજરાતમાં પાટીદાર પાવર
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાટીદારોની 15 ટકા વસ્તી ધરાવે છે. 2012માં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા. 2012માં 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાતા કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા. 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.
 
અશોક ગેહલોતે બાજી મારી
વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે અહમદ પટેલ બાદ અશોક ગેહલોત કોંગ્રેસના ચાણક્ય બન્યા છે. જેના માટે રઘુ શર્માને પ્રભારી બનાવી ગુજરાત મોકલ્યા છે. જયપુરમાં લગ્ન પ્રસંગના બહાને અશોક ગેહલોતને મળ્યા હતા. એટલું જ નહીં, સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, પ્રશાંત-નરેશ વચ્ચે મુલાકાત પણ થઈ હતી, ત્યારબાદ રાજસ્થાન સીએમ અશોક ગેહલોતને પણ મળ્યા હતા. પ્રશાંત-નરેશ વચ્ચે અનેક મુલાકાતો થઈ ચૂકી છે. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી નરેશ પટેલની ઈચ્છા હતી. પ્રશાંત કિશોર પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાની તૈયારીમાં છે. પ્રશાંત કિશોર પણ સર્વેના પક્ષમાં નરેશ પટેલ પણ સર્વેના પક્ષમાં છે. પ્રશાંત કિશોર ચહેરાને ગુજરાતમાં ઉતારવા માગે છે. RG, NP, PK વચ્ચે મુલાકાત પણ થઈ છે.