શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જૂન 2021 (09:41 IST)

40 KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, એરપોર્ટ પર ઉભેલા પેસેન્જર પ્લેન વચ્ચે ટક્કર

40 KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
અમદાવાદમાં બુધવાર મોડી રાત્રે આંધી તૂફાન સાથે જોરદાર વરસાદ થયો હતો. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. તેનાથી અમદાવાદ એરપોર્ટ પર ઉભેલા 5 વિમાનોને પણ નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઇંડિગોના ત્રણ વિમાનો છે. નાગરિક ઉડ્ડનના મહાનિર્દેશક અરૂણ કુમારે કહ્યું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ઘટનાની તપાસ કરી રહી છે. 
 
સૂત્રોના અનુસાર તે સમયે એવિએશનના હવામાન રિપોર્ટમાં 25-30 કિલોમીટરની હવાની ગતિ બતાવવામાં આવી રહી હતી. પરંતુ હવાની વાસ્તવિક ગતિ 40 કિલોમીટરની આસપાસ હતી. જેથી આ ઘટના સર્જાઇ હતી. એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પણ વરસાદના લીધે પાણી ભરાઇ ગયા હતા. 
 
જાણકારી અનુસાર એરપોર્ટ પર ઉભેલા 5 વિમાનોને નુકસાન થયું હતું. તેમાં ત્રણ પ્લેન ઇંડિગો અને બે ગો-એરના છે. ગો-એર પોતાના તરફથી અત્યાર સુધી તેના પર કોઇ ટિપ્પણી કરી નથી. સૂત્રોના અનુસાર ભારે પવનના લીધે રનવે પર ઉભેલા વિમા પોતાની જગ્યાએથી હટી ગયા હતા અને નજીકમાં ઉભેલા વિમાન સાથે ટકરાયા હતા. આ ટક્કરથી તે વિમાન પણ બીજા વિમાન સાથે ટકરાઇ ગયા હતા. 
 
સૂત્રોના અનુસાર આ ઘટના બાદ એર ઇંડિયાના દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ અને એક અન્ય ચાર્ટર્ડ પ્લેનને સુરત તરફ રવાના કરી દેવામાં આવ્યા હતા. આ પ્રકારે 190 મુસાફરો લઇને મુંબઇથી અમદાવાદ જઇ રહેલી ઇંડિગો ફ્લાઇટને પણ લેડિંગની પરવાનગી આપવામાં ન આવી. 
 
લગભગ અડધા કલાક બાદ જ્યારે પાયલોટે ફ્યૂલ એલર્ટ જાહેર કર્યું તો તેને જયપુર રવાના કરી દેવામાં આવ્યું હતું. જયપુરથી ફ્યૂલ લીધા બાદ ફ્લાઇટ મોડી રાત્રે અમદાવાદ પહોંચી હતી. આ પ્રકારે સુરત તરફ ડાયવર્ડ કરેલા બે પ્લેન પણ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા.