ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (23:08 IST)

WTC Final: ટીમ ઈંડિયાએ પ્લેઈંગ ઈલેવનનુ કર્યુ એલાન, મોહમ્મદ સિરાજ આઉટ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 જૂનથી સાઉધમ્પ્ટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારથી રમાનારી મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમમાં ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી.
 
ડબલ્યુટીસીની ફાઇનલ માટે રોહિત શર્મા અને શુભમન ગિલને  ઓપનર તરીકે સ્થાન મળ્યું છે. આ મેચમાં ભારત બે સ્પિનરો સાથે ઉતરવા જઈ રહ્યું છે. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બંનેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે ઋષભ પંતને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે. હનુમા વિહારીને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહી. તેણે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી, પરંતુ તેનો દેખાવ ખાસ નહોતો. 
 
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની સાથે   ઝડપી બોલર તરીકે  ઇશાંત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. ઇશાંતને અનુભવનો લાભ મળ્યો અને તેણે ટીમમાં સ્થાન મેળવ્યું. તે ભારતીય ટીમમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમવા માટે સૌથી ઝડપી બોલર છે. તેણે ભારત તરફથી 101 ટેસ્ટ મેચ રમી છે.
 
ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રૂષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.