1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (15:09 IST)

ગુજરાતભરમાં આગામી 10 દિવસ ભારે શીત લહેરની આગાહી

ગુજરાતમાં આગામી ૧૦ દિવસ અતિ ભારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે કચ્છના વડા મથક ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. આજે ભુજનું લઘુતમ તાપમાન ૭ ડિગ્રી અને નલિયામાં ૮ ડિગ્રી તાપમાન હતું.  અમદાવાદમાં ૧૧ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. રાજ્યના સાત શહેરો એવા છે જ્યાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડી ચૂક્યો છે. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં થયેલા હિમ પ્રપાતના કારણે રાજ્યમાં ઠંડી હજુ આકરી બનશે તેવી હવામાન વિભાગની આગાહી છે. કચ્છના વડા મથક ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. આજે ભુજનું લઘુતમ તાપમાન ૭ ડિગ્રી અને નલિયામાં ૮ ડિગ્રી તાપમાન હતું. તો બ ીજી તરફ અમદાવાદમાં ૧૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી, રાજકોટમાં ૯ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૧ ડિગ્રી, ડીસામાં ૧૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૧૩ ડિગ્રી, વડોદરમાં ૧૩ ડિગ્રી, સુરતમાં ૧૪ ડિગ્રી અને વલસાડમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.