શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 મે 2018 (15:03 IST)

નોકરીની નિષ્ફળતાને કારણે ડિપ્રેશનમાં આવેલી યુવતીનો આપઘાત

અમદાવાદના આશ્રમ રોડ સ્થિત સન્યાસ આશ્રમ સામેના દેવનંદન મોલના અંદરના ભાગે પાંચમા માળે ટેરેસ પરથી પડતું મૂકી યુવતીએ આપઘાત કરી લીધો. એલિસબ્રિજ પોલીસે તપાસ કરતાં એવી વિગતો મળી કે ખાડિયામાં રહેતી ગ્રેજ્યુએટ યુવતીએ નોકરી ગુમાવવાથી ડિપ્રેશનમાં આવીને જીવન ટૂંકાવી લીધું હતું.  સવારે એલીસબ્રિજ પોલીસને મેસેજ મળ્યો હતો કે, દેવનંદન મોલમાં પાંચમા માળેથી પડી યુવતીએ આપઘાત કર્યો છે.

પાંચમા માળે ટેરેસથી પટકાતાં માથામાં ગંભીર ઈજા થવાથી તે મૃત્યુ પામી હતી. સીસીટીવીથી વાહનના આધારે પોલીસે તપાસ કરીને મૃતક યુવતી ખાડિયામાં રહેતી હોવાની વિગતો ખુલી હતી. મૃતકના પરિજનોએ પોલીસને જણાવ્યું કે, તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થયેલી તેમની દિકરી છેલ્લા ચાર મહિનાથી અલગ-અલગ જોબ કરતી હતી. જોબ બદલી પણ એકપણ નોકરીમાં સ્થાયી થઈ ન શકવાથી તે ડિપ્રેશનમાં હતી અને તેની દવા પણ ચાલતી હતી