શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:04 IST)

World Peace Rally 2020: 26 દિવસમાં 8000 કિલોમીટનું અંતર કાપી પાંચ દેશોમાંથી પસાર થશે

સાઈ વૂમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ શાંતિનો મેસેજ આપવા માટે જાણીતું છે. આ ટ્રસ્ટ લોકોને શાંતિના પથ તરફ દોરવા માટે ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ પુરા વિશ્વભરમાં પ્રયત્નો કરી રહ્યું છે. જે હેતુથી એપ્રિલ 2020માં વર્લ્ડ પીસ રેલી યોજવામાં આવશે. આ રેલી ના ફક્ત ભારતમાં પરંતુ ભારત સહીતના 4 દેશોમાં યોજાશે.
 
આ રેલી અમદાવાદથી સિંગાપુર સુધીની રહેશે. શાંતિનો મેસેજ સાથેની આ રેલી રોડ મારફતે ભારતથી બાય કાર નિકળશે ત્યાંથી મ્યાનમાર, થાયલેન્ડ, મલેશિયા થઈ સિંગાપુર સુધી પહોંચશે. આ દેશોની જાણીતી 20 સિટીમાં રેલી ફરશે જે લગભગ 26 દિવસમાં ફરી સિંગાપુર પહોચશે. આ દરમિયાન રૂટ પ્રમાણે 8,000 કિલોમિટરનું અંતર કાપવામાં આવશે. આખા વિશ્વને જેમને શાંતિની રાહ બતાવી છે તેવા મહાત્મા ગાંધીએ જેની સ્થાપના કરી છે તેવા સાબરમતી આશ્રમથી આ રેલી નિકળશે જે સિંગાપુરના ક્લીફફોર્ડ પાયર સુધીની રહેશે.
 
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આર્મીમાં ઘાયલ થયેલા દિવ્યાંગ સૈનિકો તરફ સમાજના ઓરમાયા વર્તનની સામે જાગૃતિ લાવવા કરેલ છે. તેમજ રેલીમાં ભાગ લેનારા આર્મીના દિવ્યાંગ સૈનિકોને વિશ્વની સર કરવા બદલ ગર્વ અનુભવવાની તક આપવા માંગે છે.
 
આ એનાઉન્સમેન્ટ પ્રસંગે એ.કે. પવાર, રિટાયર ચીફ ઓફિસર (કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સસાઈઝ ડિપાર્ટમેન્ટ) તેમજ હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ  ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહ પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન સાઈ વૂમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બી.એમ. સૂદે કહ્યું હતું કે, વિશ્વભરમાં શાંતિનો મેસેજ આપવા માટે અમે આ કાર રેલી વર્ષ 2019ની જેમ વર્ષ 2020માં પણ આયોજન કરવામાં આવ્યું છે.
 
સાઈ વૂમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ દ્વારા 1 જુલાઈ  2019ના રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને પીસ રેલી યોજવામાં આવી હતી. આ રેલી અમદાવાદથી લંડન (આંબેડકર હાઉસ) સુધીની રહી હતી. જેમાં 30 લોકોએ ભાગ લીધો હતો. આ રેલીમાં 17,000 હજાર કિલોમીટર અંતર રોડ મારફતે  કાપવામાં આવ્યું હતું. રેલીમાં અન્ય લોકો ઉપરાંત આર્મીના પરિવારજનો તેમજ દિવ્યાંગ લોકોને સાથે લઇ જવામાં આવ્યા હતા. 
 
આ રેલી 1 જુલાઈ 2019 થી 12 ઓગસ્ટ 2019 સુધી ચાલી હતી જેમાં ભારત ,નેપાળ,તિબેટ ,ચાઇના ,કઝાકિસ્તાન ,રશિયા ,બેલારુસ ,પોલેન્ડ ,ઝેક રિપબ્લિક ,આસ્ટ્રેલિયા ,જર્મની, ફ્રાંસ ,બેલ્જિયમ, નેધરલેન્ડ અને ઇંગ્લેંડ આ 15 દેશોનો સમાવેશ કરાયો હતો. તેમાં પણ શાંતિનો મેસેજ આપવામાં આવ્યો હતો.  આ રેલી ભારતીય દૂતાવાસ તેમજ વિવિધ દેશોના દૂતાવાસના સહયોગના લીધે સફળ થઇ હતી  જે ખુબ સરાહનીય અને પ્રશંસનીય છે.
 
એપ્રિલ 2020માં યોજાનારી વર્લ્ડ પીસ રેલી દ્વારા પણ શાંતિનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને દુનિયામાં લોકોને આજે દરેક સમયે શાંતિની જરૂર છે જે આ મેસેજ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પુરા વિશ્વમાં વહેતો થાય તેવું અમે ઇચ્છીએ છીએ.