અત્યાર સુધી થરાદમાં 51 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 25 ટકા મતદાન

Last Modified સોમવાર, 21 ઑક્ટોબર 2019 (16:37 IST)

ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે. 4 વાગ્યા સુધી થરાદ 51.79 ટકા, રાધનપુર 48.08 ટકા, ખેરાલુ 32.42 ટકા, બાયડ 47.32 ટકા, અમરાઈવાડી 25.81 ટકા અને લુણાવાડા 38.23 ટકા મતદાન થયું છે.


આ પણ વાંચો :