સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર-શો દરમિયાન વાહનોની અવરજવર તથા હોર્ન વગાડવા પર પ્રતિબંધ

Last Modified સોમવાર, 21 ઑક્ટોબર 2019 (16:48 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના લેસર-શો દરમિયાન વાહનોની અવરજવર તથા હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.કે.પટેલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ સાંજે લેસર શો ચાલી રહેલ હોય તે સમયગાળા દરમિયાન વિશ્વ વનના કેવડીયા તરફના છેડાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નં-5 સામેના મુખ્ય રસ્તા પરથી તાકીદના (આકસ્મિક અને મેડીકલ ઇમરજન્સી વગેરે) અને અત્યંત જરૂરી હોય તેવા કારણો સિવાય વાહનોની અવરજવર તથા હોર્ન વગાડવા ઉપર આથી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.


આ પણ વાંચો :