સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (16:52 IST)

લાભ પાંચમથી શરૂ થઈ જશે હેલ્મેટ,પીયૂસીનો અમલ,સરકાર વધુ મુદત નહિ આપે

સામાન્ય માણસની કમર તોડે એવા નવા મોટર વેહિકલ એકટનો રાજ્યમાં 1લી નવેમ્બરથી અમલ શરૂ થઈ જશે.રાજય સરકારે 31 ઓકટોબર સુધી રાજયમાં હેલ્મેટ અને પી.યૂ.સીનો અમલ મોકુફ રાખેલો.જો કે હવે આ કાયદાનો અમલ નવા વર્ષની શરૂઆત તા.1 નવેમ્બર લાભ પાંચમથી અમલ થનાર છે. નવા મોટર વેહિકલ એક્ટ પ્રમાણે આ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાતમાં સરકારે લોકોની અગવડતાને ધ્યાનમાં રાખી પહેલા 15 ઓક્ટોબર અને એ પછી 31 ઓક્ટોબર સુધી ટ્રાફિકના નવા નિયમોનો અમલ મોકૂફ રાખ્યો હતો.

જોકે હવે ટ્રાફિકના નવા નિયમો માટે હવે પછી મુદત નહિ  વધારવાનો વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ નિર્દેષ કર્યા છે. વાહન વ્યવહાર મંત્રી  આર.સી.ફળદુએ જણાવેલ કે હેલ્મેટ પહેરવી તે લોકોના હિત માટે છે સરકારે પી.યુ.સી. મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે.ટ્રાફિકના નવા નિયમો માટે 31 ઓકટોબર મુકિતની મુદત પૂરી થઇ રહી છે. હવે મુદત વધારવાની સરકારની કોઇ વિચારણા નથી. તા.1 નવેમ્બરથી સરકાર ટ્રાફિકના તમામ નવા નિયમોનો અમલ કરાવવા માંગે છે.

રાજય સરકારે 16 સપ્ટેમ્બરથી હેલ્મેટ-પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટનો  ફરજીયાતનો અમલ શરૂ કરેલ.આ નિયમ લાગુ પડતા પી.યૂ.સી. કેન્દ્રો પર લાઇનો લાગી હતી તેમજ હેલ્મેટ ખરીદવા પડાપડી થતા હોબાળો સર્જાયો હતો. લોકોની અગવડતાને ધ્યાને રાખીને સરકારે પહેલા 15 ઓકટોબર સુધી અને પછી 31 ઓકટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટમાંથી મુકિત આપી હતી.