1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (11:31 IST)

વિશ્વ વસ્તી દિવસ- રાજ્યમાં એક વર્ષમાં એક લાખથી વધુ ગરીબ પરિવારો વધ્યા, રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ

વિશ્વ વસ્તી દિવસ-ગુજરાત વિકાસશીલ રાજ્ય હોવાની વાતો વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોવાનું સરકારી આંકડામાં જ બહાર આવ્યું છે, જેમાં ગુજરાતમાં 2019 માં રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 30 લાખ 94 હજાર 580 પરીવારોની સંખ્યા હતી તેમાં વધારો થઈને ડીસેમ્બર 2020ની સ્થિતિએ 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા થઈ છે,તે જોતા એક ગરીબ પરિવાર માં સરેરાશ 6 સભ્યો ગણવામાં આવે તો 1 કરોડ 88 લાખ જેટલી સંખ્યા થાય એટલે કે ગુજરાતની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખા હેઠળ છે. રાજ્ય સરકારે અગાઉ 2019ના રોજ વિધાનસભા ગૃહમાં આપેલ આંકડાઓ મુજબ રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરીવારોની સંખ્યા 30 લાખ 94 હજાર 580 બીપીએલ પરીવારોની સંખ્યા હતી તેમાં વધારો થઈને ડીસેમ્બર 2020ની સ્થિતિએ 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા થઈ છે. રાજ્ય સરકાર ગુજરાત વિકાસની હરણફાળ ભરી હોવાના દાવાઓની વચ્ચે વાયબ્રન્ટ ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યામાં સરેરાશ એક કુટુંબના સખ્યોની સંખ્યા 6 ગણવામાં આવે તો 1 કરોડ 88 લાખ કરતાં વધુ ગરીબોની સંખ્યા થાય. આમ રાજ્યની ત્રીજા ભાગ જેટલી વસ્તી ગરીબી રેખાથી નીચેનું જીવન ધોરણ જીવી રહી છે.રાજ્યમાં 0 થી 16 ગુણાંકવાળા 16 લાખ 19 હજાર 226 પરીવારો અને 17 થી 20 ગુણાંકવાળા 15 લાખ 22 હજાર 5 પરીવારો મળીને 31 લાખ 41 હજાર 231 પરીવારોની સંખ્યા છે તેમાં બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જીલ્લામાં 2,411 પરીવારો, રાજકોટ જીલ્લામાં 1,509 પરીવારોની સંખ્યામાં વધારો થયો છે.