યોગી આદિત્યનાથે કહ્યુ, 'રાહુલના ચૂંટણી હારવાનો રેકોર્ડ વધુ ઝડપથી વધશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીની સફળતા પર ખુશી જાહેર કરતા વ્યંગ્ય કર્યો કે રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા પછી કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારી ચુકી છે અને તેમનો આ રેકોર્ડ વધુ ઝડપથી આગળ વધશે. યોગીએ ત્રિપુરા નાગાલેંડ અને મેઘાલયમાં ભાજપાના શાનદાર પ્રદર્શનનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદી ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકર્તાને આપ્યો અને કહ્યુ કે મેઘાલયમાં કોંગ્રેસની સરકાર હોવા છતા આ પાર્ટી ત્યા પોતાનો ગઢ ન બચાવી શકી. તેમણે એક સવાલ પર કહ્યુ રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા પછી તેઓ અત્યાર સુધી પાંચ રાજ્યોમાં હારી ચુકી છે. તેમનો આ રેકોર્ડ વધુ ઝડપથી આગળ વધશે.
યોગીએ વાંચ્યો રામ રહીમનો દોહા
ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટોની પેટાચૂંટણીમાં બસપા દ્વારા સપાને સમર્થન આપવાની અટકળો વિશે પૂછતા યોગીએ કહ્યુ કે બેર-કેરનો મેળ નથી હોઈ શકતો. તેમણે આ માટે રહીમનો દોહો વાચ્યો. 'કહૂ રહીમ કૈસે નિભાઈ, બેર કેર કે સંગ, વે ડોલત રસ આપને, ઉનકે ફાટત અંગ" આ સવાલ પર કે સપા અને બસપામાંથી કેર(કેળુ) કોણ છે અને બેર કોણ, યોગીએ કોઈનુ નમ લીધા વગર કહ્યુ કે આ કોઈનાથી છુપાયુ નથી કે ગેસ્ટ હાઉસ કાંડ કોણે કર્યો અને સ્મારકોને ધ્વસ્ત કરવાની ચેતાવણી કોણ આપી રહ્યુ હતુ. હવે તમે લોકો સ્વયં અંદાજ લગાવ્યો કે કેર અને બેરમાં કોણ કોણ લોકો છે. યોગીનો ઈશારો વર્ષ 1995માં કથિત રૂપે સપા પ્રાયોજીત ગેસ્ટ હાઉસ કાંડ તરફ હતો. જેમા તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીને લખનૌ સ્થિત ગેસ્ટ હાઉસમાં મારી નાખવાના ષડયંત્રનો આરોપ છે.