ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (17:18 IST)

મમ્મી યે લોગ પરેશાન કર રહે હૈ મુઝે લે જા..અને બીજા દિવસે ફોન આવ્યો આપકી બહેનને ફાંસી ખાલી હૈ. ઉસકી લાશ લે જાઓ.

દહેજના ભૂખ્યા સાસરિયા સામે હારી વધુ એક દિકરી

-અમદાવાદના મેમકો વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતાની માતા દ્વારા આ મામલે આક્ષેપ કરાયો છે કે, તેમની દીકરીને દહેજ આછું આપવાના કારણે સાસરીવાળા સતત પરેશાન કરતા હતા. અને ફાંસો ખાધા પહેલા રાત્રે જ દીકરીએ તેમને ફોન કરીને ઘરે લઈ જવા માટે કહ્યું હતું. બીજા દિવસે સવારે જ દીકરીએ ફાંસો ખાઈ લીધો હોવાના સમાચાર પરિવારને મળ્યા.
 
ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશની દામીનીના 8 જૂન 2019માં મધ્ય પ્રદેશના નિવાસી અને અમદાવાદમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન સમયે યુવકના પરિવારે રૂ.10 લાખના દહેજની માંગણી કરી હતી. જોકે તે સમયે યુવતીના પરિવારજનોએ 4 લાખ આપ્યા અને બાકીના લગ્ન બાદ થોડા થોડા આપવાની વાત કરી હતી. પરંતુ દહેજ ઓછું મળવાના કારણે લગ્ન બાદથી જ યુવતીને દહેજ મામલે શારીરિક અને માનસિક ત્રાસ સાસરીયાં દ્વારા આપવામાં આવતો હતો. આ વાત પરિણીતાએ પોતાના પરિવારજનોને ફો
ન પર ઘણીવાર જણાવી હતી.
 
27મી ડિસેમ્બરે બપોરે દામીનીએ પતિના ફોનથી પોતાના ભાઈને કરીને કહ્યું હતું કે, મુજે ઘર આના હૈ. જેથી ભાઈએ શું થયું એમ પૂછતાં તેના બનેવીએ જવાબ આપ્યો, 'આજ મેં થોડી બિયર પી કર ઘર આયા થા, તો થોડા સા ઝઘડા હો ગયા.' આ બાદ ભાઈએ તેની માતા સાથે બહેનની વાત કરવતા યુવતીએ ફોનમાં કહ્યું, મમ્મી યે લોગ પરેશાન કર રહે હૈ મુઝે લે જા.' ત્યાર બાદ ફોન કટ થઈ ગયો હતો. આથી પરિવારની દીકરી સાથે વધારે વાત થઈ શકી નહોતી. 
 
આ બાદ બીજા દિવસે સવારે પોણા છ વાગ્યે સાસરીથી દામીનીના ભાઈને ફોન આવ્યો અને કહેવાયું કે, 'આપકી બહેનને ફાંસી ખાલી હૈ. ઉસકી લાશ લે જાઓ.' આ બાદ પરિવાર ઉત્તર પ્રદેશથી અમદાવાદ પહોંચ્યો હતો. દીકરીની લાશને પી.એમ માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાઈ હતી, જ્યાં પરિવારને તેના કપાળમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પરિવારે આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં દીકરૂના પતિ સહિત સાસરીયા વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.