રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (10:55 IST)

ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડી તો ઓમિક્રોનના નોધાયા આટલા કેસ

ગુજરાતમાં કોરોનાના આંકડાઓ રોજે રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં 394 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 59 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
 
ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો હવે 78 થઇ ગયો છે. આ પૈકી 24 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે એક્ટિવ કેસ 54 છે.
 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 1 પુરુષ-1 મહિલા સહિત કુલ બે નવા કેસ નોંધાયા હતા. જેમાંથી એક દર્દીની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી છે. વડોદરા શહેર, મહેસાણા, પોરબંદરમાંથી ૧-૧ પુરુષ ઓમિક્રોન સંક્રમિત થયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન શંકાસ્પદ હોય તેવા 7 દર્દી છે. આમ, આગામી બે દિવસમાં ઓમિક્રોનનો આંક હજુ વધી શકે છે.
 
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ગગડીને 98.61 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,20,086 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1420 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 1404 સ્ટેબલ છે. 8,18,422 ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
 
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 78 કેસ છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 25, વડોદરામાંથી 19,  આણંદ-ખેડામાંથી 6, ગાંધીનગર શહેર-રાજકોટ ગ્રામ્યમાંથી 5, મહેસાણામાંથી 4, સુરત શહેર-જામનગર શહેરમાંથી 3, પોરબંદર-ભરૃચમાંથી 1-1 કેસ નોંધાઇ ચૂક્યા છે.  અમદાવાદમાં નોંધાયેલા તમામ 25 દર્દી હાલમાં સારવાર હેઠળ છે. વડોદરામાં 8, આણંદમાંથી 6, ગાંધીનગરમાંથી 4 સાથે સૌથી વધુ દર્દી સારવાર હેઠળ છે.
 
અત્યાર સુધીમાં કુલ 10115 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે ખેડામાં એક દર્દીનું મોત થયું છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 178, રાજકોટ કોર્પોરેશન 35, સુરત કોર્પોરેશન 52, વડોદરા કોર્પોરેશન 34, ગાંધીનગર કોર્પોરેશન 3,આણંદમાં 12, નવસારી 10, સુરત 9, જામનનગર કોર્પોરેશનમાં 7, ખેડા-વલસાડ 7-7, કચ્છ 5, અમદાવાદ 4, ભરૂચ 3, દેવભૂમિ દ્રારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, મહિસાગર-મોરબી -2-2, ભાવનગર કોપોર્રેશન 1, ગીરસોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1, અને વડોદરા 1 કેસ નોંધાયા છે.