બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (16:22 IST)

શિકારી યહાં ખુદ શિકાર હો ગયા: ગીધનો શિકાર કરવા જતાં દીપડા સાથે કંઇક આવું થયું...

સૌરાષ્ટ્ર ગીર વિસ્તારમાં અવાર નવાર સિંહ અને દીપડા દ્રારા પશુઓના મારણ સમાચાર સામે આવે છે. પરંતુ આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં દિપડો ગીધનો શિકાર કરવા જતાં પોતે અકસ્માતનો ભોગ બન્યો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ગીરગઢડાના ગાંઝરીયા પંથકમાં દીપડો ગીધનો શિકાર કરવા માટે તેની પાછળ દોટ મૂકે છે. ત્યારે તે 80 ફૂટ ઉંચા કુવામાં ખાબક્યો હતો. આ ઘટના બાદ વનવિભાગે રેસ્ક્યુ કરી બંનેને સહીસલામત બહાર કાઢ્યા હતા.  વનવિભાગે બે કલાકની જહેમત બાદ દીપડો અને ગીધને સલામત રીતે બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના પ્રથમ વાર બની ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ગત વર્ષે કૂતરાનો શિકાર કરવા ગયેલો દિપડો ખુદ શિકાર થઈ ગયો હતો. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા નાના વઘાણિયા ગામમાં બનેલી આ ઘટનામાં દીપડો કૂતરા પાછળ દોડ્યો તો ખરો, પણ તે શિકાર કરવાને બદલે પોતે જ ભરાઈ પડ્યો હતો.દીપડો પોતાની પાછળ ફરતા ગભરાયેલું કૂતરું પૂંછડી દબાવીને દોડ્યું હતું, અને ગભરાયેલા કૂતરાને વચ્ચે ક્યારે કૂવો આવી ગયો તે ભાન જ ન રહ્યું.કૂતરો અચાનક જ કૂવો વચ્ચે આવી જતાં બેલેન્સ ન જાળવી શક્યો અને તે સીધો જઈને કૂવામાં ખાબક્યો હતો.
 
બીજી તરફ, પૂરી તાકાતથી દોડતા દીપડાથી પણ પોતાની સ્પીડ કાબૂ ન થઈ અને કૂતરા પાછળ તે પણ સીધો કૂવામાં જઈને ખાબક્યો. આમ શિકાર અને શિકારી એક જ કૂવામાં પડ્યા હતા.