સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (11:47 IST)

અમદાવાદમાં યુવતીના પિતા અને પિતરાઈ ભાઈએ ઠપકો આપતાં હેરાન કરનારે ચપ્પુ મારતાં યુવકનું મોત

crime scene
અમદાવાદના બાપુનગરમાં એક યુવતી તેના પિતા પાસે ગઈ અને કહ્યું કે મારા પર એક યુવક નજર બગાડે છે અને મારી પાછળ પાછળ આવે છે. જેથી પિતા અને પિતરાઈ ભાઈ તે યુવકને ઠપકો આપવા ગયા તો ગુનેગાર સામે હુમલો કરી દીધો હતો. જેમાં ભાઈને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં અવ્ય હતો આ હુમલામાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.શહેરના બાપુનગરમાં વિજય દંતાણી તેમના પરિવાર સાથે રહે છે અને રીક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે રાત્રીના સમયે વિજયભાઈ ઘરે હાજર હતા, ત્યારે તેમની પત્ની પુષ્પાએ જણાવ્યું હતું કે, અજય દંતાણી આપણી દીકરી રીનાને અવારનવાર હેરાન કરે છે. બાદમાં રાત્રીના સમયે વિજયભાઈ તેમના ભત્રીજા અનિલ અને પત્ની પુષ્પા સાથે બાપુનગર ચાર રસ્તાથી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અજય દંતાણી તેના બે મિત્રો સાથે ત્યાં ઉભો હતો. જેથી વિજયભાઈ અને અનિલ બન્ને દીકરીને હેરાન ન કરવા માટે સમજાવવા માટે ગયા હતા.અજય અને તેના મિત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન અજય ક્યાંકથી છરી લઈને આવ્યો હતો અને વિજયભાઈને ઘા મારી દીધો હતો. બાદમાં અજયના મિત્રએ ભત્રીજા અનિલને પણ પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જેથી વિજયભાઈ અને ભત્રીજો અનિલ બન્ને લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાઈ પડ્યા હતા. જે જોઈને અજય અને તેના મિત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત વિજયભાઈ અને અનિલને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે બાપુનગર પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં વિજયભાઇએ અજય અને તેના બે મિત્રોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી તેમને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. બીજી તરફ સારવાર દરમિયાન ભત્રીજા અનિલનુ મોત થયુ હતુ. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી એક આરોપીની ધરપકડ કરી છે.