માંડવીમાં 14 વર્ષની તરુણી સાથે શરીરસંબધ બાંધી ગર્ભવતી બનાવી, બાળકને જન્મ આપતાં ચકચાર મચી ગઈ

Last Modified શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (11:19 IST)
માંડવી તાલુકાની ગામે રહેતા યુવાને સગીર વયની એક યુવતીને પ્રેજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અપહરણ કરી શરીર સંબધ બાંધી ગર્ભવતી બનાવ્યા બાદ સગીર યુવતીએ બાળકને જન્મ આપતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના તડકેશ્વર ગામે મરઘા કેન્દ્ર કોલોની વિસ્તારમાં રહેતો આરોપી વિવેક અરવિંદ વસાવા (21)નાઓએ 14 વર્ષીય સગરી વયની યુવતીને પ્રેમજાળમાં ફસાવી એમના ઘરે લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધતો હતો.

ગયા વર્ષે રક્ષાબંધન પૂર્વે આરોપી યુવકે ફરિયાદીના ઘરેથી કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની ઈરદે અપહરણ કરી ગયો હતો, અને પોતાના ઘરે રાખી અવાર નવાર શરીર સંબંધ બાંધતાં યુવતી ગર્ભવતી બનાવી હતી, અને 3 ઓગસ્ટના રોજ માંડવી ખાતે હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. ભોગ બનેલી યુવતીના પિતાએ માંડવી પોલીસમાં ફરિયાદ આપતાં માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો :