રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (13:34 IST)

કોંગ્રેસના 35 વર્ષ જુના નેતાએ કેસરીયા કર્યા, ગોવાભાઈ રબારી શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાયા

govabhai rabari join BJP
govabhai rabari join BJP
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. ત્યારે આજે કોંગ્રેસના 35 વર્ષ જુના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે.   ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા છે. ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી. 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારીને  ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈએ કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે