ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 જુલાઈ 2020 (22:56 IST)

બકરી ઇદના અવસરે અમદાવાદ અને સુરતમાં જાનવરોની સાર્વજનિક બલિ પર પ્રતિબંધ

બકરી ઇદના થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરે સાર્વજનિક અને ખાનગી સ્થળો પર જાનવરોની બલિ આપવાનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર જ્યાંથી સામાન્ય જનતા બલિને જોઇ શકે છે, ત્યાં બલિ પ્રતિબંધિત રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા અએન સુરત પોલીસ કમિશ્નર આર એસ બી બ્રહ્મભટ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત સીઆરપીસીની કલમ 144 હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જાહેર કરી છે. 
 
તેમાં કહેવામાં આવ્યું છે કે ''ઇદના અવસરે સાર્વજનિક અને ખાનગી સ્થળો પર બલિ પ્રતિબંધિત છે, જ્યાંથી સામાન્ય જનતા તેને જોઇ શકે છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ''સાર્વજનિક સ્થળો પર પશુ બલિ અન્ય લોકોના વિશ્વાસ અને ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે અને બિન સાંપ્રદાયિક વાતાવરણનું નિર્માણ કરી શકે છે. 
 
નોટિફિકેશનમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને જોતાં આ પ્રતિબંધ અનિવાર્ય છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ ધર્મના બકરી ઇદનો તહેવાર એક ઓગસ્ટના રોજ છે. આ તહેવારના અવસર પર કેટલાક પ્રકારના જાનવરોની બલિ ચઢાવવામાં આવે છે અને કોઇપણ જાનવરને કોઇપણ સાર્વજનિક અથવા ખાનગી સ્થળો પર બલિ ચઢાવવામાં આવે છે. આમ કરવાથી અન્ય ધર્મોના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચવાની અને શાંતિ ભંગ થવાની સંભાવના છે.