1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. Travis Head out of ipl 2027 for sunrisers hyderabad what is the reason behind it

ટ્રેવિસ હેડ આઈપીએલ 2027 માંથી કેમ થઈ ગયા બહાર, છેવટે શુ છે તેની પાછળનુ કારણ ?

Travis Head
આઈપીએલ 2027 પહેલા એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી છે કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ ટ્રેવિસ હેડ ઈંડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન નહી રમે.   તેઓ સનરાઈઝર્સ હૈદારાબાદ માટે છેલ્લી કેટલીક સીઝનથી રમી રહ્યા હતા.  તેમની ઓપનિંગ જોડી અભિષેક શર્મા સાથે બનતી હતી. પણ હવે લાગે છે કે આ જોડી જોવા નહી મળે. હેડ એ પોતે જ આઈપીએલ ન રમવાનો નિર્ણય લીધો છે.  

ઈંટરનેશનલ ક્રિકેતમાં વ્યસ્ત શેડ્યૂલને કારણે આઈપીલ રમવાથી કરી શકે છે ઈંકાર  

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPLની શરૂઆત કરનાર ટ્રેવિસ હેડ આવતા વર્ષની સૌથી મોટી ટુર્નામેન્ટનો ભાગ નહીં હોય. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ હેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને પોતાના વર્કલોડને ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. આજે, મંગળવાર, 17 નવેમ્બર, IPL 2027 માટે રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની અંતિમ તારીખ છે. SRH ની લિસ્ટ જાહેર થાય તે પહેલાં આ સમાચાર સામે આવ્યા છે. આનો અર્થ એ છે કે ટ્રેવિસ હેડને રિલીઝ કરવામાં આવી શકે છે અને તે ડિસેમ્બરની હરાજીમાં ભાગ નહી લે. 
 

હેડ એસઆરએચ માટે 14 કરોડ રૂપિયામાં રમી રહ્યા છે

આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદને ટ્રેવિસ હેડની બહાર થવાથી નુકશાન થશે, પણ ટીમને તેના રિલીઝ થવાથી ખૂબ પૈસા મળશે. એસઆરએચને હેડને 14 કરોડ રૂપિયામાં આ પહેલા રિટેન કરવામાં આવ્યો હતો.  જે હવે તેમના રિલીઝ થયા પછી ટીમ પાસે પરત આવી જશે.  જેની મદદથી ટીમ કોઈ અન્ય મોટા ઓપનર પર દાવ લગાવી શકે છે. આ સિવાય પણ ટીમ જે પ્લેયર્સને રિલીઝ કરશે તેનાથી ટીમનુ પર્સ વધી જશે.  

આવુ રહેશે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ શેડ્યુલ  

 
તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આવતા વર્ષે IPL પહેલા, ઓસ્ટ્રેલિયન ટીમ ભારતનો પ્રવાસ કરશે. તે દરમિયાન પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. IPL માર્ચના અંતથી મે સુધી ચાલશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જૂનમાં રમાશે. તેમાં ભાગ લેનાર બે ટીમો હજુ નક્કી થઈ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ પોતાનો દાવો કરી રહી છે. ઓસ્ટ્રેલિયા જૂનથી ઓગસ્ટ દરમિયાન જૂન-જુલાઈમાં ઇંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી રમશે. 2027નો ODI વર્લ્ડ કપ પણ આવતા વર્ષના અંતમાં, ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન યોજાવાનો છે.
આગળનો લેખ
Rahul Gandhi Girlfriend: રાહુલ ગાંધીની ગર્લફ્રેન્ડ કોણ છે? તે તેને કેમ્બ્રિજના આ રેસ્ટોરન્ટમાં લઈ ગયો, અને હવે તેણીએ તેમના સંબંધો વિશે વાત કરી છે.