1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

અમરનાથ જમીન : વિવાદનું રાજકારણ

જમ્મુમાં અમરનાથ શ્રાઇન બોર્ડને અપાયેલી જમીન પાછી ખેંચી લેવાતાં સર્જાયેલો વિવાદ 61 દિવસ બાદ શાંત પડ્યો હતો. આ આંદોલન દરમિયાન જમ્મુ સહિતના વિસ્તારમાં ભારે તોફાનો થયા હતા. આ આંદાલનનુ નેતૃત્વ કરી રહેલા દળ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલી સમાધાન સમિતિ વચ્ચે સમાધાન થતાં આ આંદોલન સમેટાયું હતું. થયેલી સમજુતી મુજબ યાત્રા દરમિયાન શ્રાઇન બોર્ડ અસ્થાયી રૂપથી 40 હેક્ટર જમીનનો ઉપયોગ કરી શકશે.

શ્રી અમરનાથ સંઘર્ષ સમિતિ (એસ.એ.એસ.એસ) અને રાજ્ય સરકારના ચાર સભ્યોવાળી પેનલ વચ્ચે છ કલાક ચાલેલી લાંબી ચોથા તબક્કાની વાટાઘાટો બાદ આ શક્ય બન્યું હતું. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડને અસ્થાયી રૂપથી જમીનનો ઉપયોગ કરવા દેવા માટે અપાયેલી સહમતિ બાદ સંઘર્ષ કરી રહેલા સમુહે આંદોલન સ્થગિત કર્યું હતું.

બેઠક બાદ સમિતિના સંયોજક લીલા કરણ શર્માએ કહ્યુ હતું કે અમે હાલ પુરતુ આંદોલન સ્થગિત કર્યું છે. પરંતુ તેને પુરૂ નથી કર્યું. કેમકે અમારી કેટલીક માંગણી હજુ પુરી કરવાની બાકી છે. બાલટલ અને ડોમૈલમાં જમીનને કોઇ પણ પ્રકારનું મૂલ્ય આપ્યા વિના અલગ રાખવા માટે સરકાર સહમત થઇ છે. પરંતુ વનભૂમિના માલીકીપણાના હકમાં કોઇ સુધારો કરાશે નહીં.

આ સમજુતિ અંગે સરકાર તરફથી એસ.એસ. બિલોરીયા અને સમિતિ તરફથી શર્માએ દસ્તાવેજ ઉપર સહી કરી હતી. આ સમજુતી અનુસાર શ્રી સાઇન બોર્ડ અધિનિયમ અનુસાર પોતાની જવાબદારીઓ નિભાવતી રહેશે અને રાજ્ય સરકારની સહાયતાથી યાત્રા દરિમાયન વ્યવસ્થા કરશે તેમજ તેનું નિરીક્ષણ કરશે.