1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

વડોદરામાં રક્તદાનનું ઘોડાપુર

શહેરમાં 21મી ડિસેમ્બરે જાણે કે રક્તનો ધોધ ફુટ્યો હતો. અહી ઉજવાઇ રહેલા આત્મીય અમૃત મહોત્સવના ભાગરૂપે આજે આયોજિત કરાયેલ રકતદાન શિબિરમાં 15837 બોટલ રક્ત એકત્ર કરાયું છે. જે એક રેકોર્ડ બન્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં આ અગાઉ પૂનામાં 14,886 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.

શહેરના વિશ્વામિત્રી બ્રીજ નજીક રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉજવાઇ રહેલા આત્મીય અમૃત મહોત્સવના ભાગરૂપે આજે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને એક પછી એક આ આંકડો આસમાનને આંબી ગયો હતો. 15837 બોટલ રક્ત એકત્ર કરાયું હતું જે રેકોર્ડ બન્યો છે.

આ શિબિરમાં ગુજરાતભરમાંથી 15 જેટલી બ્લડ બેંકો ઉપસ્થિત રહી હતી. જોકે આ શિબિરમાં 21 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો. આ રેકોર્ડ અગાઉ પૂનામાં નોંધાયો હતો. જેમાં 14,886 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.