વર્ષ 2008 કેટરીના, અક્ષયને નામ
ગયા વર્ષે શ્રેષ્ઠ ફિલ્મો આપનાર હિન્દી ફિલ્મ ઉદ્યોગ વર્ષ 2008માં સ્તરીય વાર્તાઓના અભાવ માટે ઝઝૂમતું રહ્યુ જેમાં ઊંચી અપેક્ષાઓ અને મોટા કલાકારોની સાથે બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. જોકે અક્ષય કુમાર બોલીવુડના નવા કિંગના રૂપમાં ઉભર્યા તો નાયિકાઓમાં બાજી મારી કેટરીના કેફે. નમસ્તે લંડન, હે બેબી, વેલકમ, અને ભૂલ ભૂલૈયાની હિટ પ્રક્રિયાને યથાવત રાખતા અક્ષયે આ વર્ષે સૌથી મોટી હિટ સિંગ ઈઝ કિંગ આપી. પંજાબના લાડલા બનેલા અક્ષય અને તેમની મનપસંદ હીરોઈન કેટરીનાના અભિનયથી સજેલી આ ફિલ્મએ લગભગ 120 કરોડ રૂપિયા કમાવ્યા. કેટરીનાએ નંબર વનની રેસમાં એક પગલું વધુ આગળ વધારતા રેસના રૂપમાં બીજી હિટ આપી. અબ્બાસ મસ્તાનને આ સસ્પેંસ થ્રિલરે લગભગ સો કરોડ રૂપિયા કમાવ્યા.બચ્ચન પરિવારની વહુના રૂપમાં એશ્વર્ય પહેલીવાર દર્શકોની સામે આવી મહારાણી જોધના રૂપમાં. ઐતિહાસિક પુષ્ઠભૂમિ પર બનેલી આશુતોષ ગોવારીકરની જોધા અકબરમાં ઋત્વિક રોશન અને એશ્વર્યાની જોડી ફરી દર્શકોને ગમી. શાહરૂખ ખાન અને આદિત્ય ચોપડાની જોડીની 'રબ ને બના દી જોડી' એ પહેલા અઠવાડિયામાં 50 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો. આ ફિલ્મમાં મધ્યમવર્ગીય સુરિન્દર સાહનીના રૂપમાં શાહરૂખનુ એક અલગ જ રૂપ જોવા મળ્યુ.