આ વર્ષ સ્થાપિત હિરોઇનોના વળતા પાણી
વર્ષ 2007ની નવી ઇરોઇનોની બોલબાલા
અભિનેત્રીઓના ક્ષેત્રમાં આ વર્ષે ઘણી ઉથલ-પાથલ જોવા મળી. રાણી, પ્રીતી, બિપાશા, ઐશ્વર્યા, જેવી સ્થાપિત નાયિકાઓને પાછળ ધકેલી કૈટરીના, વિદ્યા, દીપિકા અને લારા દત્તા જેવી અભિનેત્રીઓએ હિટ ફિલ્મો આપી. ચાલો જોઈએ કેવી રહી અભિનેત્રીઓની સ્થિતિ - કૈટરીના કૈફ (નમસ્તે લંડન, પાર્ટનર, અપને, વેલકમ) આ વર્ષ તો શુ પણ કૈટરીનાના આખા ફિલ્મી કેરિયર પર નજર નાખવામાં આવે તો એકાદને છોડીને તેની બધી ફિલ્મો હિટ રહી છે. સલમાન ખાનની પ્રેમિકાના રૂપમાં ઓળખાનારી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી લીધી છે. હવે તે પોતાના નિર્ણયો જાતે જ લે છે. નિર્માતા કેટરીનાને ગંભીરતાથી લેવા માંડ્યા છે. કેટરીના પણ પોતાના અભિનયમાં સતત સુધાર લાવી રહી છે. આશા છે કે 'વેલકમ' તેની આ વર્ષની સો ટકા સફળતાનો રેકોર્ડ બરકરાર રાખી શકે.
વિદ્યા બાલન (સલામ-એ-ઈશ્ક, ગુરૂ, એકલવ્ય, હે બેબી, ભૂલભૂલૈયા)ત્રણ હિટ ફિલ્મોમાં કામ કરીને વિદ્યાએ પોતાની સ્થિતિ ખૂબ જ મજબૂત કરી લીધી છે. 'હે બેબી'માં પોતાને મોર્ડન લુક આપીને વિદ્યાએ ગ્લેમરસ બનવાની કોશિશ કરી છે. અભિનય વિદ્યાનો મજબૂત પક્ષ છે. તેથી તેને મણિરત્નમ, નિખિલ અડવાણી, વિધુ વિનોદ ચોપડા અને પ્રિયદર્શન જેવા સ્ટાર નિર્દેશકોની સાથે કામ કરવાની તક મળી. 2008માં પણ તેમની કેટલીક સારી ફિલ્મો પ્રદર્શિત થશે.